Weather Updates: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી
Ahmedabad: છેલ્લા એક મહિનાથી હાથતાળી આપ્યા બાદ રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટ્રમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમા દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ રહેશે. ત્રીજા દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
Ahmedabad: રાજ્યમાં જન્માષ્ટમી તહેવારો દરમિયાન વરસાદી માહોલ રહેશે. રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ ફરી મેઘ મહેર થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં થાય- હવામાન વિભાગ
બીજા અને ત્રીજા દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ પણ રહી શકે છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં સાંજે અને રાત્રે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવો વરસાદ રહી શકે છે. ઓડિસા તરફ એક સર્ક્યુલેશન સર્જાવાને કારણે તેની અસર થઈ છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જો કે તાપમાનમાં હાલ કોઈ વધારો જોવા નહીં મળે. હાલ અમદાવાદમાં 30 ડિગ્રી આસપાસ તાપમાન છે. રાજ્યમાં સીઝનનો 94.5 ટકા વરસાદ પડી ચુક્યો છે. હવે આવનારા વરસાદમાં 100 ટકા વરસાદ પૂર્ણ થાય તેવી સંભાવના છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો