Weather Updates: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

Ahmedabad: છેલ્લા એક મહિનાથી હાથતાળી આપ્યા બાદ રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટ્રમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમા દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ રહેશે. ત્રીજા દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

Darshal Raval
| Edited By: | Updated on: Sep 06, 2023 | 6:07 PM

Ahmedabad: રાજ્યમાં જન્માષ્ટમી તહેવારો દરમિયાન વરસાદી માહોલ રહેશે. રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ ફરી મેઘ મહેર થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં થાય- હવામાન વિભાગ

બીજા અને ત્રીજા દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ પણ રહી શકે છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં સાંજે અને રાત્રે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવો વરસાદ રહી શકે છે. ઓડિસા તરફ એક સર્ક્યુલેશન સર્જાવાને કારણે તેની અસર થઈ છે.  હાલ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જો કે તાપમાનમાં હાલ કોઈ વધારો જોવા નહીં મળે. હાલ અમદાવાદમાં 30 ડિગ્રી આસપાસ તાપમાન છે. રાજ્યમાં સીઝનનો 94.5 ટકા વરસાદ પડી ચુક્યો છે. હવે આવનારા વરસાદમાં 100 ટકા વરસાદ પૂર્ણ થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: Ahmedabad: તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ઓછો પહોંચ્યાની ફરિયાદ ઉઠી, ગોડાઉન મેનેજરે જાણો શુ કહ્યુ?

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">