આજનું હવામાન : આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જુઓ Video

|

Aug 02, 2024 | 9:04 AM

હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 48 કલાકમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 48 કલાકમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડમાં આજે વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે. દમણ અને,દાદરા નગર હવેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ઉપર ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ રાજ્યના ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ

હવામાન વિભાગે કહ્યું છે કે 3 અને 4 ઓગસ્ટે રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે સારો વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

3 અને 4 ઓગસ્ટે મૂશળધાર વરસાદ વરસશે

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પ્રમાણે જ અત્યાર સુધી સીઝનમાં 50 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે 3 અને 4 ઓગસ્ટે મૂશળધાર વરસાદ વરસશે. જેના કારણે વરસાદની ઘટ દૂર થઇ શકે છે.

2 ઓગસ્ટથી વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે. તેમાં સૌથી પ્રચંડ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં 3થી 5 ઇંચ વરસાદ પણ વરસી શકે છે.

Published On - 9:03 am, Fri, 2 August 24

Next Video