AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન, જુઓ Video

Breaking News : ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2026 | 11:19 AM
Share

ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્યભરમાં અસહ્ય ગરમીનો માહોલ યથાવત છે. અનેક શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને લોકો ગરમીથી ત્રસ્ત છે. રાજ્યના ત્રણ શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જ્યારે છ શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે વધુને વધુ આકરો બનતો જઇ રહ્યો છે. ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે રાજ્યભરમાં અસહ્ય ગરમીનો માહોલ યથાવત છે. અનેક શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને લોકો ગરમીથી ત્રસ્ત છે. રાજ્યના ત્રણ શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જ્યારે છ શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. કુલ નવ શહેરોમાં 41 ડિગ્રીથી વધુ ગરમી નોંધાતા સ્થિતિ ગંભીર બની છે.

આ ત્રણ શહેરોમાં અગનવર્ષા જોવા મળી

અમદાવાદ અને અમરેલીમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગર પણ 44 ડિગ્રી સાથે તપતું રહ્યું છે. વડોદરા, ડીસા અને રાજકોટમાં પણ 43 ડિગ્રીથી વધુ ગરમી જોવા મળી રહી છે.

ગુજરાતના શહેરોમાં તાપમાન (°C)

શહેર તાપમાન (°C)
અમદાવાદ 44.3
અમરેલી 44.3
ગાંધીનગર 44.0
વડોદરા 43.6
ડીસા 43.5
રાજકોટ 43.3
સુરત 42.2
ભૂજ 42.0
ભાવનગર 41.9
કંડલા 39.3

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હીટવેવ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેથી લોકો દિવસના ગરમ સમયમાં બહાર નીકળવાનું ટાળે તેવી સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : આખા વર્ષના મસાલા ભરતા પહેલા ચેતી જજો! અમદાવાદના માધુપુરામાંથી લાખોના અખાદ્ય મસાલા ઝડપાયા, જુઓ વીડિયો

Published on: May 12, 2026 11:18 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">