વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ બે દિવસોમાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ- Video

|

Jun 28, 2024 | 2:31 PM

જો તમે બહાર જવાનુ આયોજન કરી રહ્યા હો તો એ પહેલા ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી ખાસ જાણી લો. અંબાલાલની આગાહી મુજબ અરબી સમદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડશે.

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયુ છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશએ. આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 30 જૂને અને 1 જૂલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

30 જૂનથી 5 જૂલાઈ દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. 5 જૂલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે જોવી પડશે રાહ

અંબાલાલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે કેટલાક ભાગોંમાં ઓછો વરસાદ થશે. વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video