આજનું હવામાન : ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે આગામી 27 તારીખથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 28 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે આગામી 27 તારીખથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 28 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે. પરંતુ હાલ બે સિસ્ટમ સક્રિય હોઈ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં રીતસરનું મેઘો તાંડવ કરી શકે તેવો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનુ અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 4થી 6 ઇંચ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
તો આ તરફ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન સેવ્યું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના મેહસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદનો અંબાલાલ પટેલે વરતારો રજૂ કર્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

