“અમે માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી”- મોહન ભાગવત

|

Oct 17, 2024 | 3:24 PM

સુરત જૈન મુનિ મહાશ્રમણ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોટુ નિવેદન આપ્યુ છે. ભાગવતે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે ટકોર કરી કે ભારત યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટના સમયે મદદ કરે છે.

સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સંબોધનમાં સંઘ પ્રમુખ ભાગવતે પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને ટકોર કરતા કહ્યુ કે ભારત ક્યારેય યુદ્ધ શરૂ કરતુ નથી. ભારત યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટની સમયે મદદ કરે છે.

ભાગવતે વધુમાં ઉમેર્યુ કે અમે માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી. ભાગવતે જણાવ્યુ કે પાકિસ્તાને કારગીલ પર આક્રમણ કર્યુ ત્યારે આપણે ઈચ્છતા તો પુરા પાકિસ્તાન પર આક્રમણ કરી શક્તા હતા, પરંતુ આપણી સેનાને સ્પષ્ટ આદેશ હતો કે બોર્ડર ક્રોસ નહીં કરતા આપણી સીમાની અંદર જે કંઈપણ છે તેને ખતમ કરી દો. અંદર ઘુસીને જ્યારે માર્યા ત્યારે પણ પુરા પાકિસ્તાનને ટાર્ગેટ કર્યુ ન હતુ. માત્ર આતંકી ચોકીઓને જ નિશાન બનાવી હતી.

Input Credit- Baldev Suthar- Surat 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:23 pm, Thu, 17 October 24

Next Video