Gujarati VIDEO : અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત, સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી

| Edited By: | Updated on: Mar 15, 2023 | 7:02 AM

મેઘરજ તાલુકામાં 10 ગામના લોકોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.1971 થી કેનાલમાં ડેમનુ પાણી ન છોડાયુ હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા થઈ રહ્યો છે.

અરવલ્લી જિલ્લામા ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે,ત્યારે મોટા કંથારીયા ડેમમાંથી પાણી છોડવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મેઘરજ તાલુકામાં 10 ગામના લોકોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.1971 થી કેનાલમાં ડેમનુ પાણી ન છોડાયુ હોવાનો પણ આક્ષેપ છે.તો અનેક રજૂઆત બાદ પણ કોઈ સતાધીશો અમારી સમસ્યા ન સાંભળતુ હોવાનો આરોપ થઈ રહ્યો છે.તો આગામી 15 દિવસમાં જો પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારાઈ છે.

 15 દિવસમાં જો પાણી નહીં છોડાય તો………!

તો આ તરફ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ જનતા પાણી વગર વલખાં મારી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી આજુબાજુના 10 જેટલા મોટા તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 10 જેટલા તળાવો છેલ્લા ત્રણ વર્ષથી ખાલીખમ જોવા મળતાં બે વર્ષ અગાઉ પૂર્વ ધારાસભ્ય દ્વારા વર્ષ 2021માં વિધાનસભામાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા અંદાજ પત્રમાં લઈને તમામ તળાવો ભરવા માટે 7.50 કરોડ જેટલી પ્રાથમિક દરખાસ્ત સૈદ્ધાંતિક મંજૂરી 24 ફેબ્રુઆરી 2022ના રોજ આપવામાં આવી હતી અને તળાવો ભરવાની કામગીરી સુજલામ સુફલામ કેનાલ મારફતે કરવાની હોવાથી સિંચાઇ વિભાગને સોંપવામાં આવી હતી.પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.

Published on: Mar 15, 2023 07:02 AM