Porbandar: કુંવરજી બાવળીયા પહોંચ્યા પોરબંદર, વાવાઝોડાની સ્થિતિ અંગે કરી સમીક્ષા, જુઓ Video
વાવાઝોડાને લઈ પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદર પહોંચ્યા છે. બિપોરજોય વાવાઝોડા પહેલાની તૈયારીઓની માહિતી મેળવી હતી. આ સાથે કુંવરજી બાવળિયાએ Tv9 સાથે ખાસ વાતચીત કરી હતી. આ અંગે તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
Porbandar:અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જેને લઈ આ વાવાઝોડું ધીમે-ધીમે કચ્છના માંડવી તરફ આગળ ધપી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠે વર્તાઈ રહી છે. નવસારીથી લઈને કચ્છના માંડવી બીચ સુધી દરિયો ગાંડોતૂર બન્યો છે. વાવાઝોડું વધુ તીવ્ર બનતાં મોટાભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જેને લઈ પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદર પહોંચ્યા છે.
બિપોરજોય વાવાઝોડા પહેલાની જે પ્રકારે તૈયારીઓ છે તેને પહોંચી વળવા તમામ તૈયારીઓની માહિતી મેળવી છે. આ દરમ્યાન Tv9 સાથે પ્રભાઋ મંત્રી કુંવારજીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ કે તંત્ર દ્વારા આ અનાગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અધિકારીઓને અને એજન્સીઓ સાથે બેઠક યોજી સમીક્ષા સારું કરી છે.
આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પડાશે, જુઓ Video
તેમણે કહ્યું હતું કે વાવાઝોડાને લઈ લોકોએ ગભરાવાની જરૂર નથી. વાવાઝોડા સમયે સાવચેતી રાખવા પણ અપીલ કરી હતી. આ સાથે કુંવારજી બાવળીયાએ અસરગ્રસ્ત 30 જેટલા ગામોની મુલાકાત પણ લીધી હતી. ખાસ કરીને NDRF મરીન પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો તૈનાત છે. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા અને ભારે પવન ફૂંકાતા પોરબંદરમાં દિવાલ ધરાશાયી થઈ છે. દ્વારકામાં ભેખડ ધસી પડી અને વોકવેને પણ નુક્સાન થયું હોવાનું સામે આવ્યું હતું. આતરફ સમગ્ર પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે ગાંધીનગરમાં ખાસ કંટ્રોલરૂમ તૈનાત કરાયો છે.