રાજ્યમાં વરસાદને કારણે ભાદર, ઉકાઈ સહીતના ડેમોમાંથી પાણી છોડાયું, તો અન્ય ડેમો ઓવરફલો થયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ સતત પાણીની આવક થઇ રહી છે.જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.
GANDHINAGAR : રાજ્યમાં સતત મેઘ મહેરને પગલે જળાશયોમાં સતત નવા નીરની આવક ચાલુ છે.ભારે વરસાદને પગલે ગીરસોમનાથનો શિંગોડા ડેમ છલકાયો છે અને 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા છે.તો જિલ્લાના રાવલ ડેમના ત્રણ દરવાજા ખોલાયા.જ્યારે મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થયો છે.
તો આ તરફ સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ભાદર-1 ડેમ છલકાયો છે અને ડેમના કુલ 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે.તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ સતત પાણીની આવક થઇ રહી છે.જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.
તાપીના ઉકાઇ ડેમનું જળસ્તર વધતા 13 દરવાજા ખોલવાની ફરજ પડી છે. અને તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.તો સારા વરસાદને પગલે ધરોઇ ડેમની સપાટીમાં વધારો થયો છે…હાલ ધરોઈ ડેમની જળસપાટી 603.92 ફૂટે પહોંચી છે.
ગુજરાતમાં આગામી બે દિવસ તારીખ 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થઈ નથી પરંતુ વાવાઝોડું નબળું પડ્યા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસરથી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે
આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા