Gujarati Video : સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા, તંત્ર આડેધડ બિલ ફટકારતી હોવાનો આક્ષેપ

| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:43 AM

સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં લાખો રૂપિયાનું બિલ એકસાથે ફટકારાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં શ્રીજી સોસાયટીમાં પાણી મીટરનો વિરોધ કરાયો છે.

Surat : સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં લાખો રૂપિયાનું બિલ એકસાથે ફટકારાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં શ્રીજી સોસાયટીમાં પાણી મીટરનો વિરોધ કરાયો છે. લાખો રૂપિયાનું બિલ એકસાથે આપતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. મસમોટું બિલ એકસાથે આપી દેતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Surat Accident : ONGC બ્રિજ પર વધુ એક અકસ્માત, ટેન્કર પલટતા ડ્રાઈવર ઈજાગ્રસ્ત

સ્થાનિક મહિલાઓએ ડોલ, માટલા વગાડી પાણી મીટરનો વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર આડેધડ પાણીનું બિલ ફટકારે છે. તેમજ ગંદુ પાણી આવતું હોવાનો પણ આક્ષેપ છે. મહત્વનું છે કે સુરતમાં એકબાદ એક પાણી મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ મોટા વરાછા, અમરોલી, પુણા વિસ્તારમાં પણ વિરોધનો સુર ઉઠ્યો હતો. જોકે પાલિકાએ હપ્તા કરી આપવાની વાત તો કરી હતી. પરંતુ તેમાં પણ કોઈ ઉકેલ જોવા મળ્યો ન હતો. ત્યારે આ સમસ્યાનો ઉકેલ તંત્ર લાવશે કે નહિં તે જોવનું રહેશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો