Surat : ઓટો રિક્ષામાં પેસેન્જરોને લૂટતી ગેંગનો પર્દાફાશ, પોલીસે રૂ.3.49 લાખનો મુદામાલ જપ્ત કર્યો
સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ કીંમતી સમાન ચોરી થતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. ત્યારે સિંગણપોર પોલીસે રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે.
સુરતમાં ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને સિંગણપોર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી 19 મોબાઈલ તેમજ એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.3.49 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો Surat: કોલેજની પરીક્ષામાં આવતી કાલનુ પ્રશ્નપેપર આજે આપી દેવાયુ, VNSGUની ગંભીર બેદરકારી સામે આવી!
રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરતા આરોપી ઝડપાયા
સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ કીંમતી સમાન ચોરી થતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. ત્યારે સિંગણપોર પોલીસે રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે. સિંગણપોર પોલીસે બાતમીના આધારે અલાઉદિન ઉર્ફે મામુ નજમુદિન સૈયદ, મુસ્તાકખાન સલીમખાન પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ કયુમ શાહ અને કલીમ સલીમ શાહને ઝડપી પાડ્યા હતા.
પેસેન્જરોની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા
પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 19 મોબાઈલ તેમજ એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.3.49 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અલાઉદિન રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો અને બીજા મુસ્તાક પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ તથા કલીમ શાહ પેસેન્જર તરીકે પાછળ બેસતા હતા અને અન્ય પેસેન્જરોને વચ્ચે બેસાડી નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરતા હતા. પેસેન્જર પાસેથી મોબાઈલ ચોર્યા બાદ સર્કલ નજીક રીક્ષા ઉભી રાખી પેસેન્જરોને કહેતા હતા કે આગળ સર્કલ ઉપર પોલીસ હોય છે તમે સર્કલ વટાવીને આગળ આવી જાવ તેમ કહી ત્યાંથી ફરાર થઇ જતા હતા.
પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
વધુમાં આરોપીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક દોઢ માસ દરમ્યાન આરોપીઓએ જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી અડાજણ પાટિયા સુધી, ડભોલી બ્રીજથી ચાર રસ્તા સુધી, વેડ દરવાજાથી ગુરુકુળ મોટીવેડ ગામ સુધી અને ગોતાલા વાડીથી ઉધના દરવાજા સુધીના રસ્તાઓ પરથી પેસેન્જરોના મોબાઈલ ફોન મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો