Tapi News : ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક, 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાયું, જુઓ Video

|

Jul 30, 2024 | 5:04 PM

તાપી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ડેમમાં 72,015 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની જળસપાટી 323.13 ફૂટ પર પહોંચી છે. જેના પગલે ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાયું છે.

ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તાપી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ડેમમાં 72,015 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની જળસપાટી 323.13 ફૂટ પર પહોંચી છે. જેના પગલે ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાયું છે.

ઉકાઈ ડેમનું રુલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલાયા છે. પ્રકાશા ડેમમાંથી 87,899 ક્યુસેક પાણી છોડાતા હજુ ઉકાઈ ડેમમાં પાણીના આવકમાં વધારો થાય તેવી શક્યતા છે.

કેલીયા ડેમ 100 ટકા ભરાયો

બીજી તરફ નવસારી જિલ્લાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ 100 ટકા ભરાયો છે. 113.45 મીટરની સપાટી ધરાવતો કેલીયા ડેમ ઓવરફ્લો થયો છે. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા ટળી છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ થયો છે.

Next Video