Bhavnagar : મહુવા તાલુકાનો મેથળા બંધારો ઓવરફ્લો, ડેમ પાણીથી છલકાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ, જૂઓ Video
મેથાળા અને ઉંચા કોટડા વચ્ચે દરિયાઈ સીમા પર આવેલો આ ડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. ડેમ છલકાતા ગ્રામજનોની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.
Bhavnagar : ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના (Rain) પગલે ભાવનગરના મહુવા તાલુકાનો મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં બે દિવસથી સતત વરસાદ અને શેત્રુંજી ડેમમાંથી (Shetrunji Dam) પાણીની આવકને પગલે મેથળા બંધારો છલકાયો છે. મેથાળા અને ઉંચા કોટડા વચ્ચે દરિયાઈ સીમા પર આવેલો આ ડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. ડેમ છલકાતા ગ્રામજનોની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે, આ ડેમના નિર્માણમાં ખેડૂતો પણ સહભાગી બન્યા હતા ત્યારે પોતાની મહેનતથી બનેલો ડેમ પાણીથી છલકાતા ખેડૂતોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News