અમદાવાદમાં અનુભવાઇ રહી છે અંગ દઝાડતી ગરમી, પાણીજન્ય રોગચાળો વકર્યો

|

Apr 27, 2022 | 11:53 AM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગરમીના પારાની સાથે પાણીજન્ય રોગચાળો (Waterborne epidemics) પણ વધતો જઈ રહ્યો છે. ઝાડા, ઉલટી અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે.

ગુજરાતમાં (Gujarat) ગરમીનું જોર વધી રહ્યુ છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) 26 એપ્રિલથી 5 દિવસ સુધી યલો એલર્ટની આગાહી કરી છે. આ આગાહી અનુસાર રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીના પગલે અમદાવાદમાં (Ahmedabad) ઝાડા-ઊલ્ટીના કેસમાં વધારો થયો છે. સાથે જ પાણીજન્ય રોગચાળો (Waterborne epidemics) પણ વકર્યો છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ગરમીના પારાની સાથે પાણીજન્ય રોગચાળો પણ વધતો જઈ રહ્યો છે. દિવસેને દિવસે પાણીજન્ય રોગચાળો માજા મુકી રહ્યો છે. ઝાડા, ઉલટી અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલમાં ઝાડા ઉલટીના 110 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે 23 એપ્રિલ સુધી ઝાડા ઉલટીના 624 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 624, કમળાના 103 અને ટાઇફોઇડના 116 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 35, ડેન્ગ્યૂના 5 અને ચિકનગુનિયાના 8 કેસ સામે આવ્યાં છે. તો બહેરામપુરામાં કોલેરાનો એક કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે.

બીજી તરફ અમદાવાદના લાંભા, નારોલ, વટવા, રામોલ, ગોમતીપુર અને મધ્ય ઝોનમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો સામે આવી છે. પ્રદુષિત પાણીની ફરિયાદો આવતા એએમસી દ્વારા એપ્રિલમાં 944 પાણીના નમૂના લેવાયા છે. જેમાંથી 205 સેમ્પલ અનફિટ આવ્યા છે.

મહત્વનું છે કે મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી રેકોર્ડ થયો છે. જે આગામી દિવસોમાં 44ને પાર થઈ શકે છે. તો સુરેન્દ્રનગર, ગાંધીનગર, ડીસા, ભૂજ સહિતના વિસ્તારોમાં પણ ગરમીનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સુરત, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ત્યારે નિષ્ણાતોએ વૃદ્ધો અને બાળકોને બપોરે કામ સિવાય બહાર ન નિકળવાની પણ અપીલ કરી છે.

આ પણ વાંચો-

નાયકા દેવી ફિલ્મના કલાકારોએ શક્તિપીઠ અંબાજીમાં ગરબા કરીને ફિલ્મનું પ્રમોશન કર્યું

આ પણ વાંચો-

Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video