ઉકાઈ ડેમની સપાટી 321 ફૂટને પાર! તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું, કાંઠાના ગામોને સાવચેત રહેવા અપીલ – જુઓ Video

ઉકાઈ ડેમની સપાટી 321 ફૂટને પાર! તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું, કાંઠાના ગામોને સાવચેત રહેવા અપીલ – જુઓ Video

| Edited By: | Updated on: Aug 01, 2026 | 5:18 PM

ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી 4.77 લાખ ક્યુસેક પાણીની જંગી આવક નોંધાતા ડેમની જળ સપાટી 321.91 ફૂટે પહોંચી છે. હાથનુર અને પ્રકાશ ડેમમાંથી પાણી છોડાતા, ઉકાઇમાંથી પણ 3 લાખ ક્યુસેકથી વધુ પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે. હવે આને પગલે ગુજરાતના નીચાણવાળા ગામો અને કાંઠા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની જંગી આવક થતાં ગુજરાત અને મહારાષ્ટ્રના વરસાદની સીધી અસર આ ડેમ પર જોવા મળી રહી છે. તાપીમાં સ્થિત ઉકાઇ ડેમની જળ સપાટી વધીને 321.91 ફૂટે પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 4.77 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જે સતત વધી રહી છે.

આ પરિસ્થિતિને પગલે હાથનુર ડેમના 41 દરવાજા ખોલીને 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આવી જ રીતે, પ્રકાશ ડેમમાંથી પણ ઉકાઇ તરફ પાણીની સતત આવક થઈ રહી છે, જ્યાં ચાર દરવાજા સંપૂર્ણ રીતે અને 19 દરવાજા અડધા ખોલવામાં આવ્યા છે. ઉકાઇ ડેમમાંથી પણ 3 લાખ ક્યુસેકથી પણ વધારે પાણીનો જથ્થો સતત છોડવામાં આવી રહ્યો છે.

આ પાણી છોડવામાં આવતા તાપી નદીના કાંઠા વિસ્તારોને અને નીચાણવાળા ગામોને ખાસ સચેત કરી દેવામાં આવ્યા છે. લોકોને કાંઠા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, પ્રશાસન દ્વારા તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Weather Breaking News : સુરત જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં પૂર, અનેક લોકોનું રેસ્ક્યુ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.