ખાખીનો ખોટો રોફ જમાવ્યો! સગાને ફાયદો કરાવવા PSIએ કરી ‘દાદાગીરી’, પેટ્રોલ પંપ પર સંચાલકને ધમકાવ્યો – જુઓ Video

ખાખીનો ખોટો રોફ જમાવ્યો! સગાને ફાયદો કરાવવા PSIએ કરી ‘દાદાગીરી’, પેટ્રોલ પંપ પર સંચાલકને ધમકાવ્યો – જુઓ Video

| Edited By: | Updated on: May 23, 2026 | 5:09 PM

અમરેલી જિલ્લાના રાજુલામાંથી ખાખીની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સુરતના એક PSIએ કાયદો નેવે મૂકીને પેટ્રોલ પંપ સંચાલકને ફોન પર ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી જિલ્લાના રાજુલાની વિક્ટર ચોકડી નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર ખાખીનો રોફ જમાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI જયસુખ બારૈયા સામે પંપ સંચાલકે ગંભીર આક્ષેપો સાથે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર, નિયમ મુજબ બેરલમાં ડીઝલ આપવા માટે પંપના સ્ટાફ દ્વારા 7/12ની નકલ માંગવામાં આવી હતી. જો કે, PSI બારૈયાએ પોતાના સંબંધીને ફાયદો કરાવવાના હેતુથી નિયમોને નેવે મૂકીને 7/12ની નકલ વગર જ બેરલમાં ડીઝલ આપી દેવા માટે ફોન પર ધમકી આપી હતી.

PSIએ પંપ સંચાલકને ધમકાવતા કહ્યું હતું કે, જો ડીઝલ નહીં આપવામાં આવે તો તેઓ પંપ સામે કેસ કરી દેશે. આ સમગ્ર મામલે કાયદાનો દુરુપયોગ કરી ધમકી આપવા બદલ પંપ સંચાલકે કાયદેસરની ફરિયાદ નોંધીને ઉચ્ચ કક્ષાએથી PSI સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Breaking News : ગુજરાત સહિત આ રાજ્યોમાં Wet Bulbનો ખતરો ! વૈજ્ઞાનિકોએ જાહેર કરી ચેતવણી, વધી શકે છે આ સમસ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us