Breaking News: મહેસાણાના ઉનાવા નજીક લગ્નથી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, પિતા-પુત્ર સહિત 5ના મોત – જુઓ Video

| Edited By: | Updated on: Feb 21, 2026 | 10:43 AM

મહેસાણા જિલ્લામાં ઊંઝા-ઉનાવા નજીક એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત એમ છે કે, લગ્ન પ્રસંગની ખુશીઓ માણીને પરત ફરી રહેલા એક પરિવારની કારને અકસ્માત નડતા પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં ઊંઝા-ઉનાવા નજીક એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગની ખુશીઓ માણીને પરત ફરી રહેલા એક પરિવારની કારને અકસ્માત નડતા પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને લગ્નની ખુશીઓ પળવારમાં માતમને ફેરવાઈ ગઈ હતી.

ડિવાઈડર સાથે ગાડી અથડાઈ

મળતી વિગતો અનુસાર, આ પરિવાર રાજસ્થાનમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો. ઊંઝાના ઉનાવા પાસે હાઈવે પરથી પસાર થતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર લોકો ચીસાચીસ કરી ઉઠ્યા હતા.

અકસ્માતમાં 5 ના મોત

આ ગમખ્વાર ઘટનામાં બીજા 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અકસ્માતમાં પિતા, પુત્ર, એક મહિલા અને એક બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું, જ્યારે એક વૃદ્ધાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Breaking News : ખેડૂતો ALERT ! હાથમાં આવેલો કોળિયો… આકાશે છીનવી લીધો, ફળોના રાજા પર આકાશી આફત

Published on: Feb 21, 2026 10:23 AM