ગુજરાતમાં વિકાસ જ વિકાસ… ‘PM મોદી’ ને મળ્યા ‘CM ભૂપેન્દ્ર પટેલ’, ગુર્જરધરા માટે ઘડાયો ‘ઐતિહાસિક માસ્ટરપ્લાન’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે PM મોદીને ગુજરાતની વર્તમાન સ્થિતિ, સરકારના નિર્ણયો અને વિકાસ કાર્યોથી અવગત કરાવ્યા. રાજ્યના ઊર્જા સંકટ, પાણીની અછત જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ અને વિકાસ માટે માર્ગદર્શન મેળવવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં મુખ્યપ્રધાને PM મોદીને ગુજરાતની વર્તમાન સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા વિવિધ નિર્ણયોથી અવગત કરાવ્યા. રાજ્યના સર્વાંગી વિકાસ માટે PM મોદી પાસેથી માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું હતું.
રાજ્યમાં પ્રવર્તમાન ઊર્જા સંકટ, પાણીની અછત અને અલનીનોની અસર જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું હતું કે, આ બેઠક વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી યોજાઈ હતી.
બેઠક દરમિયાન ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો હતો. રાજકીય સૂત્રો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે, આંતરરાષ્ટ્રીય બજારોની અસર અને વર્તમાન રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ મુલાકાતને ગુજરાતના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
