Breaking News : ગુજરાત સરકાર એક્શન મોડમાં ! પેટ્રોલ-ડીઝલની બચત માટે કોર્પોરેટ ક્ષેત્રમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની તૈયારી – જુઓ Video

| Edited By: | Updated on: May 13, 2026 | 5:51 PM

ગુજરાત સરકાર હવે રાજ્યમાં ઈંધણની બચત કરવા માટે 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચરને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે. શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં કોર્પોરેટ ક્ષેત્રમાં ઓનલાઇન કામ પદ્ધતિ અપનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.

વિશ્વભરમાં વધી રહેલા ઊર્જા સંકટ અને પેટ્રોલ-ડીઝલની બચત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર હવે સક્રિય થઈ છે. શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકાર હવે રાજ્યમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રમાં જ્યાં ઓનલાઇન કામ કરવું શક્ય હોય, ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવા માટે પ્રયાસો કરવામાં આવશે. રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે ટૂંક સમયમાં જ કોર્પોરેટ એસોસિએશન સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે.

સરકારનો મુખ્ય હેતુ ઇંધણની બચત કરવાનો છે, જેના માટે આગામી દિવસોમાં નવા અને કડક પગલાં પણ લેવામાં આવી શકે છે. તમામ પ્રોટોકોલનું પાલન કરીને ઓનલાઇન કાર્યપદ્ધતિને વેગ આપવા માટે સરકાર મક્કમ છે. આ નિર્ણયથી ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે મોટાપાયે ઈંધણની બચત થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

તલાટી પદે રહેવાને લાયક નથી આ ‘કર્મચારી’! રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા – જુઓ Video

Follow Us