ડાંગ દરબાર 2022ની તડામાર તૈયારી શરૂ, એક દિવસનાં રાજાઓને અપાતા સાલિયાણાની રકમને લઈ કચવાટ

ડાંગ દરબાર 2022ની તડામાર તૈયારી શરૂ, એક દિવસનાં રાજાઓને અપાતા સાલિયાણાની રકમને લઈ કચવાટ
Dang Darbar Preparation

ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ડાંગ દરબાર એ એક માત્ર મનોરંજન માટેનો મેળો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં જેટલો ઉત્સાહ હોય છે એટલો જ ઉત્સાહ આદિવાસી સંસ્કૃતિ ને નિહાળવા માટે દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓ માટે પણ રહેતો હોય છે. ત્યા

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 04, 2022 | 9:10 AM

ડાંગ (Dang)માં દર વર્ષે ડાંગ દરબાર (Dang Darbar) યોજીને રાજવી પરિવારોનુ બહુમાન કરવાની અને તેમને પેન્શન આપવાની વર્ષોથી પરંપરા ચાલતી આવે છે. ગત વર્ષે કોરોના (Corona)ને કારણે આ પરંપરા મોકુફ રાખવામાં આવી હતી, જો કે આ વર્ષો કોરોના કેસ ઓછા થતા વહીવટી તંત્રએ ડાંગ દરબાર યોજવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે બીજી તરફ રાજવી પરિવારોને અપાતી પેન્શન (Pension)ની રકમ શરમજનક છે.

ડાંગ જીલ્લાની ઐતિહાસિક અને ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને સ્થાનિક રાજવી પરિવારો જેમને વર્ષમાં એકવાર જાહેરમાં રાજ્યપાલ પોતાના હસ્તે સન્માનિત કરે છે , સાથે રાજકીય સાલિયાણું એટલે કે પોલીટીકલ પેન્શન આપવાની પરંપરા જાળવે છે. આ ડાંગ દરબાર મેળામાં દેશના વિવિધ આદિવાસી નૃત્યો અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. રાજ્યપાલ આ રાજવી પરિવારોનું સન્માન કરે છે અને તેમને પોતાના વરદ હસ્તે પેન્શનનો ચેક અર્પણ કરે છે. ગત વર્ષે કોરોના સંક્રમણને લીધે ડાંગ દરબાર મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે હવે કોરોનાની સર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલકેટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે.

જે રાજાએ સરકારને પોતાના કરોડોની સંપત્તિ એવા અનમોલ જંગલો આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી એ તમામ રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કરતા પણ બદતર બની ગઇ છે. એક તરફ રાજાનો ઠાઠ , સાંસ્કૃતિક વારસો છે જ્યારે બીજી તરફ પારીવારીક જવાબદારી છે. આ બંનેમાથી હવે રાજાઓએ કોઇ એક વિકલ્પ પસંદ કરવાની પરીસ્થિતિ સર્જાઇ છે. વખતો વખત રાજાના પોલિટીકલ પેંશનમા વધારો થાય છે પરંતુ એ સંતોષકારક નથી હોતો, આજે આટલા વર્ષોબાદ પણ રાજાને 5 થી 6 હજાર રુપિયા માસિક પેન્શન આપવામા આવે છે. અનેક રજુઆત કરવા છતા તેમનું પેન્શન વધારવામાં આવ્યું નથી, રાજવી પરિવારના સભ્યએ જણાવ્યુ કે અમને આ માનસન્માન મળે છે એ ફક્ત ગૌરવ લેવા જેવી બાબત છે પરંતુ આ પેન્શનની રકમ કોઈને કહેતા અમને શરમ આવે છે.

નોંધનીય છે કે ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ડાંગ દરબાર એ એક માત્ર મનોરંજન માટેનો મેળો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં જેટલો ઉત્સાહ હોય છે એટલો જ ઉત્સાહ આદિવાસી સંસ્કૃતિ ને નિહાળવા માટે દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓ માટે પણ રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ડાંગ દરબારની રોનક જોવા જેવી રહેશે.

આ પણ વાંચો-

Ahmedabad: ઉનાળાની શરુઆતમાં જ શહેરમાં રોગચાળો ફાટ્યો, પાણી અને મચ્છરજન્ય રોગમાં વધારો

આ પણ વાંચો-

અમદાવાદના વૈજ્ઞાનિકે શોધ્યુ ન્યૂક્લિયર રેડિએશન પ્રુફ બંકર, યુદ્ધના સમયે જાનહાનિ ટાળવા અનોખો પ્રયાસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati