દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન, ભાજપ શિવસેના વચ્ચે જંગ

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન, ભાજપ શિવસેના વચ્ચે જંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:32 AM

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે જંગ જોવા મળી રહી છે. દાદરા નગર હવેલીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતદાન કરશે.

ગુજરાત નજીકના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી(Dadra and Nagar haveli) લોકસભાની (Loksabha) પેટાચૂંટણીનું મતદાન(Voting) શરૂ થયું છે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના (Mohan Delkar) અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી હતી. જો કે આ વખતે આ બેઠક પર ભાજપ(BJP)  અને શિવસેના(Shivsena)  વચ્ચે જંગ જોવા મળી રહી છે. દાદરા નગર હવેલીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતદાન કરશે.

જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે જંગ છે. જયારે ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ જોવા મળશે. આ બેઠક પર ભાજપે મહેશ ગાવીતને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. જયારે ભાજપે પ્રચાર માટે કેન્દ્ર અને પ્રદેશ નેતાઓની ટીમ ઉતારી હતી.

ભાજપમાંથી મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડનવિસ, ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલે સભા કરી હતી. તેમજ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી

આ ચુંટણીમાં શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલા ડેલકરને ટિકીટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. ડેલકર પરિવાર માટે લોકસભાની વર્તમાન પેટાચૂંટણી અસ્તિત્વના જંગ સમાન છે. જ્યારે શિવસેના તરફથી સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પ્રચાર કરી ચૂક્યા છે. જ્યારે
દાદરા નગર હવેલી લોકસભા વિસ્તારમાં 9 મતદાન મથકો અતિસંવેદનશીલ છે.

તેમજ 820 જેટલા દિવ્યાંગો અને અસ્વસ્થ મતદારોએ પોસ્ટલ મતદાન કર્યુ છે. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરવા પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 10 પેરામિલિટરી ફોર્સની કંપનીઓ અને 18 સ્ટ્રેટિક ટીમો પણ તૈનાત કરાઈ છે

આ પણ  વાંચો : Surat : દોઢ વર્ષ પછી શારજાહની ફ્લાઇટ ઓપરેટ થશે, દિવાળીને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ.22 હજાર થયું

આ પણ વાંચો : દિવાળી આવી તેજી લાવી : સુમસામ ભાસતી અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી

g clip-path="url(#clip0_868_265)">