Vadodara : હે ભગવાન, ભાજપને સદબુદ્ધિ આપો, સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર આચરે છેઃ વડોદરા મ્યુ. વિપક્ષ, જુઓ Video
વડોદરા મનપા શહેરના તમામ 31 સ્મશાન ગૃહોને ડિજિટલ કરવા જઇ રહ્યું છે. એટલે કે ચિતાની ઓનલાઇન નોંધણી કરી શકાય તેવી સિસ્ટમને અમલી બનાવવા જઇ રહ્યું છે. જેના માટે આઉટસોર્સિગથી ભરતી કરાશે અને ડિજિટલાઇઝેશનની સાથે સ્મશાન ગૃહોનું ખાનગીકરણ કરાશે.
વડોદરા મનપા શહેરના તમામ 31 સ્મશાન ગૃહોને ડિજિટલ કરવા જઇ રહ્યું છે. એટલે કે ચિતાની ઓનલાઇન નોંધણી કરી શકાય તેવી સિસ્ટમને અમલી બનાવવા જઇ રહ્યું છે. જેના માટે આઉટસોર્સિગથી ભરતી કરાશે અને ડિજિટલાઇઝેશનની સાથે સ્મશાન ગૃહોનું ખાનગીકરણ કરાશે. જોકે મનપા સંચાલિત સ્મશાન ગૃહોમાં કામ કરતો સ્ટાફ ડિજિટલાઇઝેનને લઇને ચિંતિત બન્યો છે. આરોપ છે કે તેઓને કોઇ તાલીમ ન અપાઇ હોવાથી આ કામ વધુ જટીલ બનશે. આ સાથે જ દાવો છે કે એક મૃતદેહ પાછળ 5થી 6 કલાકનો સમય જાય છે ત્યારે સ્મશાનને ઓનલાઇન કરવાનો પ્રયાસ સફળ નહીં જાય.
તો વિપક્ષને શાસકોના આ નિર્ણયમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે મનપાના ભાજપ શાસકો આડેધન નિર્ણયો લઇને પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે. પોતાના મળતિયાઓને લાભ કરવાનો કારસો રચી રહ્યા છે.
જોકે આ મામલે જ્યારે સ્ટેન્ડિં કમિટીના ચેરમેનને પૂછતા તેઓએ વિપક્ષના દાવાનો ફગાવી દીધા છે. તમામ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ ડિજિટલાઇઝેશનનો નિર્ણય લીધાનો દાવો કર્યો છે.
પહેલા મનપા સંચાલિત સ્માશાન ગૃહોનું ખાનગીકરણ કરાયું. હવે ડિજિટલાઇઝેશનનો નિર્ણય વિવાદનું કારણ બન્યો છે. ત્યારે હાલ તો મનપાનો આ નિર્ણય સૂતેલા મડદા ઉઠાડવા જેવો સાબિત થઇ રહ્યો છે.
