Gujarati Video : વડોદરામાં વુડા સર્કલ વાહનચાલકો માટે બન્યુ ટ્રાફિક જામની મોટી સમસ્યા, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: May 18, 2023 | 3:55 PM

Vadodara News: કેટલાક સ્થાનિકો તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, આ સર્કલને કોર્પોરેશને કમાણીનું સાધન બનાવી દીધું છે. સ્થાનિકોનો દાવો છે કે, સર્કલ વચ્ચે કેટલીક કંપનીઓના બોર્ડ લગાવેલા છે અને તેનાથી કોર્પોરેશન કમાણી કરી રહ્યુ છે.

અમદાવાદ-વડોદરા (Vadodara) વચ્ચે સતત અપડાઉન કરતા લોકો અને સમગ્ર વડોદરાના મુખ્ય માર્ગને જોડતું સર્કલ એટલે વુડા સર્કલ છે, પરંતુ આ મુખ્ય સર્કલ જ સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. નિયમ વિરૂદ્ધ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ આ વુડા સર્કલ પાસે પિક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિક જામની (traffic jam) સમસ્યા સર્જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ સર્કલ નિયમો મુજબ નથી બનાવ્યું.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગરના GST કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં ધકેલાયો

સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ સર્કલ નિયમ કરતા વધારે મોટું બનાવી દીધું છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે. એટલું જ નહિં વળાંક લેતા સમયે ઘણીવાર તો વાહનો જ પલટી મારી જાય છે. આવી અનેક ઘટનાઓ બની છે. આ મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઇ કાર્યવાહી થતી નથી.

તો કેટલાક સ્થાનિકો તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, આ સર્કલને કોર્પોરેશને કમાણીનું સાધન બનાવી દીધું છે. સ્થાનિકોનો દાવો છે કે, સર્કલ વચ્ચે કેટલીક કંપનીઓના બોર્ડ લગાવેલા છે અને તેનાથી કોર્પોરેશન કમાણી કરી રહ્યુ છે અને બીજી તરફ સર્કલના કારણે અનેક અકસ્માતો પણ થયા છે. અનેક લોકોના મોત પણ થઇ ચુક્યા છે.

(With Input : Yunus Gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો