વડોદરા મહાનગરપાલિકાનું પાણીપુરીની લારીઓ પર સઘન ચેકિંગ, ગંદકીનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી, જુઓ વીડિયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મોટાપાયે પાણીપુરીની લારીઓ પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે અને જ્યાં પણ "અખાદ્ય જથ્થો" મળે ત્યાં જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં પાણીપુરીમાં વપરાતા બટેટા પગથી ધોવાતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર જબરદસ્ત એક્શનમાં છે. તંત્રએ ગુરુવારે જવાબદાર લોકો સામે તો કાર્યવાહી હાથ ધરી જ હતી. પણ પાણીપુરીની અન્ય લારીઓ પર પણ તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મોટાપાયે પાણીપુરીની લારીઓ પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે અને જ્યાં પણ “અખાદ્ય જથ્થો” જણાય ત્યાં જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે. પાણીપુરીનું પાણી અખાદ્ય જણાતા તંત્ર દ્વારા મોટાપાયે તેના નાશની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો- વિરમગામમાં અમદાવાદના જિલ્લા કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી, મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યુ ધ્વજવંદન
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મનપાની ટીમે પાણીપુરીની 58 લારી પર ચેકીંગ કર્યું હતું.મનપાએ અખાદ્ય પુરી અને 82 લીટર જેટલાં અખાદ્ય પાણીનો નાશ કર્યો હતો.તપાસમાં મળી આવેલી રંગવાળી ચટણીનો પણ નાશ કરાયો હતો.ખાસ તો વડોદરાના સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની 10 લારીઓ બંધ કરાવવામાં આવી હતી. પાણીપુરીનું વેચાણ કરનારાઓને મનપા દ્વારા સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. તપાસનો આ ધમધમાટ આવનારા દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
