ભાવનગરમાં આંધી- તોફાન સાથે આવ્યુ મિનિ વાવાઝોડુ, એકાએક ભારે પવન ફુંકાતા વાતાવરણમાં ઘટી વિઝીબિલિટી- Video

|

Jun 10, 2024 | 12:46 PM

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં રવિવારે સાંજે ધૂળની ડમરી સાથે ભારે પવન ફુંકાયો અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે પવન ફુંકાતા ધૂળની ડમરીને કારણે વાતાવરણમાં વિઝીબિલિટી ઘટી હતી.

રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં રવિવારે સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભાવનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ ધૂળની આંધી જોવા મળી હતી. ધૂળ સાથે અત્યંત ભારે પવન ફુંકાતા ઝીરો વિઝિબિલિટી જેવો માહોલ સર્જાયો હતો. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ધૂળની આંધી જોવા મળી હતી. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તો કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. નવાગામ, લિલિયા, પીપળી, કેરિયા, પીપરાળી, છોગઠ, ટીંબી, સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં બપોર સુધી અગ્નિવર્ષા રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉના ગીર ગઢડા પંથકમાં બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. આ તરફ મધ્ય ગીરના તુલસીશ્યામ દોઢ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.જ્યારે અમરેલીના બાબરા તાલુકામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રવિવારે સૌરાષ્ટ્રના 35 તાલુકામાં વરસાદ પડ્યો જેમા પાંચ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video