જાફરાબાદના સર્કેશ્વર ગામમાં છટાદાર સિંહણની લટારનો Video વાયરલ, પોલીસ આવાસમાં આંટાફેરા મારતી કેમેરામાં થઈ કેદ- Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં છટાદાર સિંહણની લટારનો Video વાયરલ, પોલીસ આવાસમાં આંટાફેરા મારતી કેમેરામાં થઈ કેદ- Video

| Edited By: | Updated on: Nov 22, 2026 | 2:27 PM

ગીરના સિંહોનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાંથી વધુ એક સિંહણના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો છે. જાફરાબાદના સર્કેશ્વર પોલીસ આવાસમાં સિંહણ લટાર મારતી જોવા મળી. સિંહણનો એકદમ નજીકનો મનમોહક વીડિયો લોકોનુ ધ્યાન ખેંચી રહ્યો છે.

અમરેલી જિલ્લો સિંહોનું ગઢ ગણાય છે. અહીં અવારનવાર રહેણાંક વિસ્તારોમાં સિંહો આવી ચડે છે. અહીં માણસો અને સિંહો જાણે સાથે મળીને વસવાટ કરે છે અને તેમની વચ્ચે ગજબનો તાલમેલ જોવા મળે છે, અમરેલીમાં અવારનવાર સિંહો ખોરાક કે પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ત્યારે વધુ એક સિંહણના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો છે. જ્યાં જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા નજીકના સરકેશ્વર ગામના પોલીસ આવાસમાં સિંહણ આવી ચડી હતી.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેમ પોલીસ આવાસમાં સિંહણ કંઈક શોધતી હોય તેમ આંટાફેરા કરી રહી છે અને બારીમાંથી જોતી પણ નજરે ચડે છે. સિંહણની લટરાનો આ વીડિયો કોઈકે તેના કેમેરામાં કેદ કરી લીધો છે.

અમરેલી જિલ્લામાં પહેલેથી સિંહોનો વસવાટ છે. પહેલા એવુ હતુ કે સિંહો રેવન્યુ અને જંગલ વિસ્તાર પૂરતા સીમિત રહેતા હતા પરંતુ હવે સિંહોનું રહેણાંક વિસ્તારોમાં આવવાનું વધ્યુ છે. જેનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ રહે છે. હાલ તો સિંહણનો આ વીડિયો હરકોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Input Credit- Jaydev Kathi- Amreli

જામનગરમાં મંથર ગતિએ ચાલતા વિકાસ કામોથી સ્થાનિકો ત્રાહિમામ,  નવા રોડનું કામ શરૂ જ ન કરવા વેપારીઓની માગ

Published on: Nov 22, 2026 02:26 PM
Follow Us
Loading...
Unable to load recommendations.