રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ, જુઓ
મોરબીમાં રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયાનો વીજપોલ વિવાદે એક ધમકીભર્યો વીડિયો વાયરલ થયો છે.
રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયાનો એક ધમકીભર્યો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે મોરબીમાં વીજપોલ નાખવાના મુદ્દે ભારે ચર્ચા જાગી છે. કાળુભાઈ અમૃતિયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે જો કોઈ ખેતરમાં વીજપોલ નાખવા આવે તો તેને માર મારવામાં આવે અને તેના ટાંટિયા ભાંગી નાખવામાં આવે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વીજપોલ નાખવા આવનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.
વાયરલ થયેલા આ વીડિયોમાં કાળુભાઈએ ખેડૂતોને ૧૫ દિવસમાં વીજપોલ હટાવી લેવાની ધમકી આપવાની વાત પણ કરી હતી. જો તેમ ન થાય તો પોતે તેને ઉખાડી ફેંકશે તેમ જણાવ્યું હતું. તેમણે ખેડૂતોને કોઈ પણ કાગળ પર સહી ન કરવાની સલાહ આપી હતી અને જરૂર પડે તો 500 ગાડી લઈને સમર્થનમાં આવવાની ખાતરી પણ આપી હતી. કાળુભાઈએ વીજપોલ માટે ૫૦૦ ગણું વળતર મેળવવા લડવાનું પણ આહ્વાન કર્યું હતું. આ વીડિયો સામે આવતા રાજકીય અને સામાજિક સ્તરે આ મુદ્દો ગરમાયો છે અને તેના પર વિવિધ સવાલો ઊભા થયા છે.
નોંધ : આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
ગજબના લોકો! નાગપાંચમ પર કોબ્રાનો મનાવાયો જન્મદિવસ, પછી કાપી કેક, વીડિયો વાયરલ
