વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Dec 14, 2021 | 8:43 PM

આ અંગે ટીવી નાઈને જાતે સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો અંગે તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે આ પ્રકારની કોઇ ઘટના અંગે ફાયર બ્રિગેડને કોઇ કોલ મળ્યો ન હતો

ગુજરાતના(Gujarat)  સુરતમાં(Surat)  વરરાજાની (Groom ) બગીમાં આગ(Fire)  લાગી હોવાનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ વિડીયો સુરતના કોઇ લગ્નનો હોવાની ચર્ચા હતી. જો કે આ વિડીયોમાં જોઇ શકાય છે કોઇ ફટાકડો ફૂટતા આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં વરરાજા અને ઘોડાનો બચાવ થયો હતો અને આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

જો કે આ અંગે ટીવી નાઈને જાતે સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો અંગે તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે આ પ્રકારની કોઇ ઘટના અંગે ફાયર બ્રિગેડને કોઇ કોલ મળ્યો ન હતો. તેમજ આ વિડીયો અંગે કોઇ પૃષ્ટી કરવામાં આવી ન હોતી . જો કે આ વિડીયો ખરેખર કઇ જગ્યાનો છે તે અંગે કોઇ પણ સ્પષ્ટતા થઈ ન હતી.

આ પણ વાંચો : Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે

આ પણ વાંચો : વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત

Next Video