વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત
વર્ષ 2018માં ભરતી માટે કુલ 7 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. જો કે, હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
ગુજરાતમાં(Gujarat) વન વિભાગની(Forest)ભરતીનો(Recruitment)મુદ્દો સચિવાલય સુધી પહોંચ્યો છે. જેમાં વર્ષ 2018ની ભરતી પ્રક્રિયા પેન્ડિંગ હોવાથી ઉમેદવારોએ (Candidate) સચિવાલયે પહોંચી રજૂઆત કરી હતી . તેમજ આ યુવાનોએ આ ભરતી પ્રક્રિયા વહેલામાં વહેલી કરવામાં આવે તેવી માંગ કરી છે.તેમજ તેમણે દાવો કર્યો હતો કે હાલ રાજ્યમાં ફોરેસ્ટની 300થી વધુ જગ્યાઓ ખાલી છે.
જ્યારે વર્ષ 2018માં ભરતી માટે કુલ 7 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. જો કે, હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં પોલીસ વિભાગના ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ તેની માટેની પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ યોજાઇ છે. તેવા સમયે રાજ્યના અનેક વિભાગોના અનેક પદો ખાલી હોવાની વિગતો પણ સામે આવી છે. જો કે તે અંગે સરકાર દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તેમજ અન્ય વિભાગોના ખાલી પડેલા પદો પર કયારે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોના સહાય ચૂકવવામાં આવી : રાજેન્દ્ર ત્રિવેદી
આ પણ વાંચો : KUTCH : અદાણીએ કર્યુ ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ !