Sabarkantha : પ્રાંતિજના મજરામાં 2 જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ મકાન અને 6 કારને આગચંપી કરી , જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બંન્ને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો.
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બંન્ને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. તેમજ ટોળા દ્વારા મકાન અને 6 કારને આગચંપી કરી હતી. મકાન આગળ પાર્ક કરેલા વાહનોના પણ કાચ ફોડ્યા હતા.
જો કે જૂથ અથડામણમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પામ્યા હતા. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. તેમજ તપાસ હાથ ધરી હતી. જેમાં 110 લોકોના ટોળા સામે ગુનો દાખલ, કર્યો છે. જેમાંથી 60 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાતા 25 થી 30 લોકોની પોલીસે અટકાયત કરી છે.
પ્રાંતિજના મજરામાં 2 જૂથ વચ્ચે અથડામણ
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. ગામના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમની ઉજવણી મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને જોતજોતામાં મામલો અથડામણમાં ફેરવાયો હતો. તકરાર બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થયો હતો. અથડામણમાં અંદાજે સાતથી આઠ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. પથ્થરમારામાં 100થી વધુ વાહનોને નુક્સાન થયું છે જેમાં 26 કાર, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટર અને 50થી વધુ બાઇકમાં તોડફોડ થઈ છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. ગામના ભૈરવનાથ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમની ઉજવણી મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને જોતજોતામાં મામલો અથડામણમાં ફેરવાયો. તકરાર બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થયો હતો. અથડામણમાં અંદાજે 10 લોકોને ઈજા પહોંચી છે. 20 થી વધુ ટુવ્હીલર અને 10થી વધુ કારને નુકસાન પહોંચ્યું છે. તો અનેક ઘરોના કાચ તૂટ્યા છે. ઘર્ષણ બાદ SP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.