Banaskantha : દારુ પીનાર અને વેચનારની ખેર નહીં ! છાપરાના ગ્રામજનોએ દારૂ અને ડ્રગ્સ પર મૂક્યો પ્રતિબંધ, જુઓ Video
બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના દૂષણનો મુદ્દો હવે રાજકીય મુદ્દો રહ્યો નથી પરંતુ એક સામાજિક લડાઈમાં આ મુદ્દો ફેરવાયો છે. પાલનપુર તાલુકાનું છાપરા ગામના લોકોએ દારૂના દૂષણ સામે અનોખી ઝૂંબેશ શરૂ કરીને અનેરુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના દૂષણનો મુદ્દો હવે રાજકીય મુદ્દો રહ્યો નથી પરંતુ એક સામાજિક લડાઈમાં આ મુદ્દો ફેરવાયો છે. પાલનપુર તાલુકાનું છાપરા ગામના લોકોએ દારૂના દૂષણ સામે અનોખી ઝૂંબેશ શરૂ કરીને અનેરુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. છાપરા ગામના તમામ લોકોએ ભેગા મળીને સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે અમારા ગામમાં કોઈ દારૂ પીશે નહીં અને કોઈ દારૂનું વેચાણ નહીં કરે અને જો કોઈ આ નિર્ણયનો ભંગ કરશે તો તેમને ગામ તરફથી દંડ ફટકારવામાં આવશે. ગ્રામજનોનું કહેવું છે કે નવી પેઢીને દારૂની આદતમાં બરબાદ થતી નથી જોવી એટલે અને દારૂબંધીનો સંકલ્પ કર્યો છે અને અમે અમારા ગામમાં સુધારો લાવીશું.
છાપરાના ગ્રામજનોએ દારૂ અને ડ્રગ્સ પર મૂક્યો પ્રતિબંધ
છેલ્લા ત્રણ માસથી બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં રહે છે. વિધાનસભામાં હોય કે જાહેર સભાઓમાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને ગોપાલ ઇટાલીયા જેવા નેતાઓ છેલ્લા ત્રણ માસથી દારૂબંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે આ સવાલ વચ્ચે બનાસકાંઠા પોલીસ છેલ્લા ત્રણ માસમાં નોંધપાત્ર કાર્યવાહી કરી છે આ માત્ર દાવા નથી. છેલ્લા ત્રણ મહિનામાં દારૂ અને ડ્રગ્સ સામે કાર્યવાહીના આંકડા જ કહે છે કે 20 કરોડથી વધુનો દારૂ પકડાયો 41 લાખનું 136 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવાયુ છે. જ્યારે 40થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
