વિજાપુરમાં કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું, પાક નુકસાનીનું વળતર ચુકવવાની માગ, જુઓ Video
આફત બનીને વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકના ખેડૂતો માવઠાના મારથી પાયમાલ થયા છે. ખેડૂતોને આશા હતી આ વર્ષે સારો મગફળીનો પાક થશે અને આપણી મહેનતનું ફળ મળશે.
આફત બનીને વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકના ખેડૂતો માવઠાના મારથી પાયમાલ થયા છે. ખેડૂતોને આશા હતી આ વર્ષે સારો મગફળીનો પાક થશે અને આપણી મહેનતનું ફળ મળશે. પરંતુ જ્યારે પાકની લણણી કરવાનો સમય આવ્યો ત્યારે જ માવઠાની આફત ત્રાટકતા ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો અને હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સંઘપુર, સાંકાપુરા, વજાપુર, ભાણપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં વરસાદના પાણીમાં પલળેલા મગફળીના પાથરાના આ દ્રશ્યો જોઈને જગતનો તાત વલોપાત કરી રહ્યો છે. મગફળીનો પાક પલળી જવાથી મગફળીના દાણામાં વ્યાપક નુકસાન થયું છે. મગફળી કાળી પડી ગઈ છે અને ફૂગ લાગી ગઈ છે. અને સૌથી મોટી સમસ્યા એ છે કે, જમીનમાં મગફળીના અંકુર ફૂટી ગયા છે. હવે ખેડૂત આ મગફળીને માર્કેટમાં વેચવા માટે જાય તો પણ ગુણવત્તા ન હોવાથી ભાવ પણ મળી શકે તેમ નથી
વિજાપુર તાલુકામાં મગફળીના પાકને થયેલા આ મોટા નુકશાનની જાણ થતાં જ સ્થાનિક નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. વિજાપુર APMC ચેરમેન રાજેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્યએ ખેતરોમાં જઈને નુકસાનની પાકમાં થયેલી નુક્સાનીનું નિરીક્ષણ કર્યું હતું અને સરકાર સમક્ષ ખેડૂતોને સહાય આપવા માટે માગણી કરી છે.
