Video: સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં પાણી પૂરવઠા વિભાગનો સપાટો, 8 ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનો ગુનો નોંધ્યો

|

Jan 06, 2023 | 11:58 PM

Surendranagar: સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં પાણી પૂરવઠા વિભાગે સપાટો બોલાવ્યો છે. પાણી ચોરી કરતા 9 ગેરકાયદે કનેક્શનો દૂર કર્યા છે. પાણી ચોરી કરનારા ખેડૂતો સામે લાલ આંખ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના મુળી પંથકમાં પાણી પુરવઠા વિભાગે સપાટો બોલાવી પાણી ચોરી કરતા 8 ખેડૂતોને ઝડપી પાડ્યા છે. પાણીનો ફોર્સ ઘટવાની ફરિયાદ મળતા પાણી પુરવઠા વિભાગે મુળી પંથકના ખાટડી, ટીકર સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. ચેકિંગ દરમિયાન પાઇપ લાઇનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મુળી પંથકના 8 ખેડૂત સામે પાણી ચોરીની પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાણી પૂરવઠા વિભાગનો સપાટો, 9 ગેરકાયદે જોડાણો દૂર કર્યા

જિલ્લા પાણી પૂરવઠા વિભાગના જનરલ મેનેજર કોમલ અડાલજાએ જણાવ્યુ હતુ કે અંડરગ્રાઉન્ડ કનેક્શન હટાવવામાં આવ્યા છે. પરંતુ ખાટડી વીડ જે ઘણો અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં મોબાઈલનું નેટવર્ક પણ મળતુ નથી. તેમજ વાહન લઈને જવુ પણ દુર્ગમ છે. ત્યાં એક એરવાલ પર પાંચ કનેક્શન, અન્ય એરવાલ પર ત્રણ કનેક્શન એ રીતે પાણી ચોરી કરાતી હોવાની વિગતો પણ ધ્યાને આવી હતી. આજે પાણીપૂરવઠા વિભાગે આવા 9 ગેરકાયદે કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. પાણી ચોરી કરતા ખેડૂતો સામે લાલ આંખ કરતા પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાણી ચોરી કરનારા ખેડૂતોમાં ખાટડીના સવજીભાઇ ભગવાનભાઇ કોળી ખેતરના ખેડનાર અથવા કબજેદાર, ભીખાભાઇ લવાભાઇ કોળીના ખેતરના ખેડનાર અથવા કબજેદાર, લવજીભાઈ, જશાભાઇ તેમજ છનાભાઇ ભુરાભાઇ કોળી અને વાલજીભાઇ તેમજ ખાટડીના આલાભાઇ સમગ રામભાઇ રબારીના ખેતરના કબજેદાર અથવા ખેડનાર તેમજ ટીકર ગામના દશરથસિંહ જીલુભા કબજેદાર અથવા ખેડનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.

Next Video