Video : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, વિધાર્થીઓને ઝડપી લોન આપવા રજુઆત

Video : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, વિધાર્થીઓને ઝડપી લોન આપવા રજુઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 4:42 PM

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્ય સરકારને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર કરવાની માગ સાથે કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે..પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે વિદેશ અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓની લોનની રીત સરળ કરવામાં આવે

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્ય સરકારને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર કરવાની માગ સાથે કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે..પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે વિદેશ અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓની લોનની રીત સરળ કરવામાં આવે..એટલું જ નહીં વિદ્યાર્થીઓને સમયસર લોન ન મળતા તેઓ વિદેશ ન જઇ શકતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.વિદ્યાર્થીઓને વિઝા મળ્યા બાદ પણ લોન મળતી નથી.જેને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું અટકે છે.જેથી સરકાર તાત્કાલિન વિદ્યાર્થીઓની લોન મંજૂર કરે તેવી માગ કરી છે.

ભાવનગરના સુરકા ગામે સગીરાના આપઘાતનો મુદ્દે પાટીદાર સમાજ બાદ સીએમને પત્ર લખ્યો હતો

આ પૂર્વે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાવનગરના સુરકા ગામે સગીરાના આપઘાતનો મુદ્દે પાટીદાર સમાજ બાદ સીએમને પત્ર લખ્યો હતો. તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે દિકરી હિમાંશી જસાણીને ન્યાય અપાવવા માટે રજુઆત કરી હતી. જેમાં 3 શખ્સોની સતત પજવણીથી કંટાળી સગીરાએ આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો : Video : રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, શાળાનો સમય સવારે 8 વાગેનો કરાયો

g clip-path="url(#clip0_868_265)">