રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર, મહાનગરોમાં AMC ની શાળાએ મારી બાજી
રાજ્યની 33 હજાર શાળાઓમાંથી 12 હજાર 184 શાળાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુણોત્સવના પરિણામમાં AMC બોર્ડની સ્કૂલો પ્રથમ ક્રમે આવી છે. તો રાજ્યમાં વલસાડની પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવી છે. સરકાર ગુણોત્સવ દ્વારા સરકારી શાળાઓનું મુલ્યાંકન કરતા હોય છે.
ગુજરાત સરકારે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 33 હજાર શાળાઓ માંથી 12 હજાર 184 શાળાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 8 કોર્પોરેશનમાંથી ગુણોત્સવના પરિણામમાં AMC બોર્ડની શાળાઓ પ્રથમ ક્રમે આવી છે. જ્યારે રાજ્યમાં વલસાડની પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવી છે. સરકાર ગુણોત્સવ દ્વારા સરકારી શાળાઓનું મુલ્યાંકન કરતા હોય છે.
આ પણ વાંચો : દેશની બધી જ સ્કૂલમાં બદલાશે યુનિફોર્મ ? જુઓ NCERT ની નવી ગાઈડલાઈન
આ અગાઉના વર્ષે સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા
આ સિવાય પરિણામમાં ગ્રેડિંગ સિસ્ટમને અપનાવવામાં આવી હતી. એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાતની સરકારી સ્કૂલોનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું હતુ.
રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામમાં AMC બોર્ડની સ્કૂલો પ્રથમ ક્રમે #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/0hSMcQ5tce
— Tv9 Gujarati (@tv9gujarati) January 18, 2023