Video : અમદાવાદીઓને કીટલી પર હવે ચાની ચુસ્કી મોંઘી પડશે

અમદાવાદીઓને કીટલી પર હવે ચાની ચુસ્કી મોંઘી પડશે.  પેપરના કપ બંધ થતા જ હવે કાચના કપ, કુલ્લડ અને વેફર કપમાં ચા વેચાઈ રહી છે. જો કે ચાના શોખીન અમદાવાદીઓએ હવે થોડા ખિસ્સા હળવા કરવા માટે તૈયાર રહેવું પડશે. અડધી ચાના ભાવમાં 2 થી લઇને 6 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 5:57 PM

અમદાવાદીઓને કીટલી પર હવે ચાની ચુસ્કી મોંઘી પડશે.  પેપરના કપ બંધ થતા જ હવે કાચના કપ, કુલ્લડ અને વેફર કપમાં ચા વેચાઈ રહી છે. જો કે ચાના શોખીન અમદાવાદીઓએ હવે થોડા ખિસ્સા હળવા કરવા માટે તૈયાર રહેવું પડશે. અડધી ચાના ભાવમાં 2 થી લઇને 6 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ચાની કિટલીઓ બહાર નવા ભાવનું લિસ્ટ પણ લગાવી દેવામાં આવ્યું છે. જો કે ચાની કીટલી અને લારી પર કાચના ગ્લાસ અને પવાલીમાં ચાનો ભાવ જૂનો જ છે.

કુલ્લડ કે વેફર કપમાં ચા પીશો તો 5 રૂપિયા વધુ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે

પરંતુ કુલ્લડ કે વેફર કપમાં ચા પીશો તો 5 રૂપિયા વધુ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. કુલ્લડ અને વેફર કપમાં ચા આપવાને કારણે ભાવ વધ્યા છે..જેમાં 10 રૂપિયામાં મળતી ચાના હવે લોકોએ 15 રૂપિયા ચુકવવા પડે છે. અડધી ચા અને કોફીના ભાવ પણ આસમાને ગયા છે. તેમાંય સૌથી વધારે ફટકો ચા કે કોફીને પાર્સલ લઈ જવા લોકોને પડશે.  હવેથી અડધી પાર્સલ ચાના 15 રૂપિયા અને અડધી પાર્સલ કોફીના 18 રૂપિયા ચુકવવા માટે તૈયાર રહેવું પડશે.

બીજી તરફ ટી સ્ટોલ ધારકોએ ચામાં ભાવવધારા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પેપર કપ ઉપર પ્રતિબંધ બાદ હવે કુલ્લડ અને વેફર કપમાં ચા આપવામાં આવી રહી છે.જેને ગ્રાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ચાના ભાવમાં થોડો વધારો કરવામાં આવ્યો છે.પરંતુ કાચના ગ્લાસ અને પવાલીમાં જૂના ભાવમાં જ ચા આપવામાં આવી રહી છે .  જો કે કુલ્લડમાં રૂપિયા 15 અને વેફર કપમાં રૂપિયા 16 ભાવ કરી દેવામાં આવ્યો છે..

આ પણ વાંચો :  Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા સહિત છ વ્યાજખોરો સામે ફરિયાદ, વેપારી પાસેથી 9.95 કરોડ પડાવી લીધા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">