Gandhinagar : બજેટ સત્ર પહેલા ભાજપ કિસાન મોરચો સક્રિય, કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે ભાજપ કિસાન મોરચાની બેઠક મળશે
ભાજપ (BJP) કિસાન મોરચાના મહામંત્રીએ કહ્યું કે- આગામી દિવસોમાં ખેડૂતો સમૃદ્ધ બને તે માટે નવી યોજનાના અમલીકરણ સૂચન કરાશે. ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર અટકાવવા પણ સૂચન કરાશે. યુવાનો ખેતી સાથે ઉદ્યોગ પણ પોતાના ગામમાં જ સ્થાપે તેવી યોજના બનાવવા ભલામણ કરાશે.
વિધાનસભાનું બજેટ સત્ર મળે તે પહેલા ભાજપ કિસાન મોરચો સક્રિય થયો છે. આજે કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે ભાજપ કિસાન મોરચાની બેઠક મળશે. જેમાં નવી ખેડૂતલક્ષી યોજનાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. રાજ્યભરમાંથી મેળવેલા સૂચનોના આધારે ચર્ચા કરવામાં આવશે. કિસાન મોરચાએ રાજ્યમાંથી 56 જેટલા સૂચનો એકત્ર કર્યા છે. જેમાં પશુપાલન વિભાગના 20 અને બાગાયતી વિભાગના 20 સૂચનોનો સમાવેશ થાય છે.
બેઠકમાં ખેડૂતલક્ષી યોજના મુદ્દે કરાશે ચર્ચા
ભાજપ કિસાન મોરચાના મહામંત્રીએ કહ્યું કે- આગામી દિવસોમાં ખેડૂતો સમૃદ્ધ બને તે માટે નવી યોજનાના અમલીકરણ સૂચન કરાશે. ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર અટકાવવા પણ સૂચન કરાશે. યુવાનો ખેતી સાથે ઉદ્યોગ પણ પોતાના ગામમાં જ સ્થાપે તેવી યોજના બનાવવા ભલામણ કરાશે. એટલું જ નહીં આ બેઠકમાં નીલગાય અને ડુક્કર જેવા પશુઓનો ત્રાસ ઓછો કરવા માટે ચાલતી તાર ફેન્સીંગની યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે બજેટમાં વધારો કરવા સૂચન કરાશે.
મહત્વનું છે કે આગામી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે. ત્યારે તેમાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ છે અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ. ત્યારે સિનિયર નેતા તરીકે કનુ દેસાઇનો તેમને સપોર્ટ મળ્યો હતો. જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નવી સરકારનું પ્રથમ બજેટ 20 ફેબ્રુઆરીની આસપાસ રજૂ થઇ શકે છે. આ બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન કરવા સંદર્ભે સિનિયર પ્રધાનોની કમિટીની ખાસ રચના કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર જે નવા કાયદા બનાવવા અને જુના કાયદાઓમાં શું સુધારા વધારા કરવા છે તેના પર હાલ અભ્યાસ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે હવે નવી કમિટી રચાશે અને નવા નિર્ણયો પણ લેવાઇ શકે છે.