ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે, ગૃહ રાજ્ય પ્રધાનના આ આશ્વાસનનો દાવો કર્યો છે મલ્ટીપ્લેક્સ એસોસિએશને. ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. તો બીજી તરફ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. ત્યારે એસોસિએશનના હોદ્દેદારોએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને સુરક્ષાની માંગણી કરી,મુલાકાત બાદ હર્ષ સંઘવી તરફથી સુરક્ષાની ખાતરી મળ્યાનો દાવો એસોસિએશનના પ્રમુખે કર્યો.
મહત્વપૂર્ણ છે કે ફિલ્મના વિરોધની જાહેરાતને પગલે થિયેટર માલિકો ફિલ્મ રજૂ કરવા મુદ્દે દ્વિધામાં હતા .
ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગની તારીખ શેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, YRF ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી એટલે કે ફિલ્મની રિલીઝના 5 દિવસ પહેલા શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે, આ એડવાન્સ બુકિંગ ભારતમાં રિલીઝ થનારી તમામ ભાષાઓ માટે હશે. ‘પઠાણ’ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ, આ તમામ ભાષાઓના દર્શકો જેઓ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તેઓ 20 જાન્યુઆરીથી ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ કરી શકશે.
એડવાન્સ બુકિંગમાં ‘પઠાણ’ વિદેશમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મે જર્મનીમાં એડવાન્સ બુકિંગના મામલે સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ને પાછળ છોડી દીધી છે. અહેવાલો અનુસાર, ‘KGF 2’ એ જર્મનીમાં એડવાન્સ બુકિંગથી 1.2 કરોડની કમાણી કરી છે, જોકે ‘પઠાણ’એ અત્યાર સુધીમાં 1.32 કરોડનું કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પતિની ખોટી સહીઓ કરી સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની સામે પતિએ નોંધાવી ફરિયાદ, મોટા રેકેટનો થયો પર્દાફાશ