Ahmedabad: વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં રમઝાન ઈદના દિવસે બે યુવકો વચ્ચે દે ધનાધન ! જુઓ Video
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં બની છે. નજીવી બાબતે બે યુવકોએ મોલમાં જ મારામારી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. પરિવાર સાથે મોલમાં ફરવા આવતા લોકોની ચિંતા કર્યા વગર મારામારી શરુ કરી હતી.
જવાનીના જોશમાં યુવકો પોતાની ધીરજ ગુમાવી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલમાં બની છે. નજીવી બાબતે બે યુવકોએ મોલમાં જ મારામારી કરી ભયનો માહોલ પેદા કર્યો હતો. પરિવાર સાથે મોલમાં ફરવા આવતા લોકોની ચિંતા કર્યા વગર યુવકોએ જાહેરમાં મોટેથી બિભત્સ શબ્દોનો ઉચ્ચાર કરી વાતાવરણ ડહોળી દીધુ હતુ.
બે યુવકોએ મારામારી શરુ કરી ત્યારે મોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રમઝાન ઈદના દિવસે આ ઘટના બની હોવાની માહિતી મળી છે. યુવકોની મારામારીનો વીડિયો બનાવી કોઇ શખ્સે વાયરલ કરી દીધો છે. મળતી માહિતી મુજબ યુવાનોની મારામારી અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ વાયરલ વીડિયોને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
