Gujarati Video: વડોદરાના અટલ બ્રિજનું મ્યુનિસિપલ કમિશનરે જાત નીરિક્ષણ કર્યુ, અટલ બ્રિજમાં કોઈ તિરાડ ન પડી હોવાનું જણાવ્યુ

Gujarati Video: વડોદરાના અટલ બ્રિજનું મ્યુનિસિપલ કમિશનરે જાત નીરિક્ષણ કર્યુ, અટલ બ્રિજમાં કોઈ તિરાડ ન પડી હોવાનું જણાવ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 5:41 PM

Vadodara News: મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અટલ બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા. જો કે મુલાકાત બાદ તિરાડ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યુ હતુ કે અટલ બ્રિજમાં કોઇ તિરાડ પડી નથી. બ્રિજમાં તિરાડ નહીં જોઈન્ટનો ભાગ હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ હતુ.

વડોદરામાં અટલ બ્રિજ પર તિરાડ પડવાની માહિતી મળતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અટલ બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા. જો કે મુલાકાત બાદ તિરાડ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યુ હતુ કે અટલ બ્રિજમાં કોઈ તિરાડ પડી નથી. બ્રિજમાં તિરાડ નહીં જોઈન્ટનો ભાગ હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ હતુ.

આ પણ વાંચો-Gujarati Video : અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટનું નેટવર્ક ચેન્નાઇ સુધી હોવાનું ખુલ્યુ, સુરત પોલીસે મુખ્ય આરોપી સૂર્યાને ઝડપ્યો

શહેરોમાં ભરચક ટ્રાફિકથી મુક્તિ અપાવવા તંત્ર દ્વારા ઠેરઠેર ઓવરબ્રિજ બનાવાય છે. તંત્ર ઠેરઠેર બનતા ઓવરબ્રિજનો જશ તો ખાટી જાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓવરબ્રિજ તંત્રની શાખ પર જ સવાલ ઉભા કરી રહ્યા છે. પહેલા અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તો હવે વડોદરાનો રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ. રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજના લોકાર્પણ વખતે તંત્રએ મોટામોટા બણગા ફૂંક્યા હતા. જો કે લોકાર્પણના ચાર મહિનામાં જ અટલ બ્રિજના કેટલાક ભાગોમાં તિરાડો પડી ગઇ હોવાનું ચર્ચા વહેતી થવા લાગી.

બીજી તરફ વડોદરાના મેયર નિલેશ રાઠોડે બ્રિજમાં ખામીની વાતને નકારી કાઢી હતી. તેમને જણાવ્યું હતુ કે બ્રિજમાં લિકવિડ સિલકોટનું કામ બાકી હતુ તે ઉનાળામાં કરવાનું હતુ, કદાચ તેની કામગીરી ચાલતી હશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

g clip-path="url(#clip0_868_265)">