Video : વર્ષ 2024માં નરેન્દ્ર મોદી જ ફરી દેશના વડાપ્રધાન બનશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે..આજે તેમણે કલોલ નજીકના આદ્રજ ગામે 48 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ.આ પ્રસંગે અમિત શાહ વિરોધીઓ પર ખુબ વરસ્યા. તેમણે જણાવ્યું કે જાતિવાદના ઝેરને સમાપ્ત કરવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું..લોભામણી જાહેરાતો આપનારને તમાચો મારવાનું કામ ગુજરાતે કર્યું..અમિત શાહે 2024માં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2024માં નરેન્દ્ર મોદી જ ફરી દેશના વડાપ્રધાન બનશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે..આજે તેમણે કલોલ નજીકના આદ્રજ ગામે 48 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ.આ પ્રસંગે અમિત શાહ વિરોધીઓ પર ખુબ વરસ્યા. તેમણે કહ્યુ કે કોંગ્રેસના લોકો નવા કપડા સિવડાવી આવ્યા હતા.દિલ્લીથી પણ અમુક લોકો મફતના વચનો લઈ આવ્યા હતા.પરંતુ મફતની વાત કરનારાઓને ગુજરાતની જનતાએ જવાબ આપ્યો. જાતિવાદના ઝેરને સમાપ્ત કરવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું..લોભામણી જાહેરાતો આપનારને તમાચો મારવાનું કામ ગુજરાતે કર્યું..અમિત શાહે 2024માં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2024માં નરેન્દ્ર મોદી જ ફરી દેશના વડાપ્રધાન બનશે
અમદાવાદના બોડકદેવમાં અમિત શાહના હસ્તે સ્કાઉટ ગાઇડ નિવાસ ભવનનું લોકાર્પણ કરાયું હતુ.આ પ્રસંગે અમિત શાહે ભારત સરકારના સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમની પ્રશંસા કરી,,,શાહે જણાવ્યુ કે આગામી સમયમાં ભારત દુનિયામાં સ્ટાર્ટઅપનું હબ બનવા જઇ રહ્યું છે. વૈશ્વિક મંચ પર ભારતીય યુવાઓ દુનિયાના યુવાનો સાથે સક્ષમતાથી હરીફાઇ કરી શકશે. જેના માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં કાર્યક્રમની શરૂઆત કરાઇ છે.તો શાહે યુવાઓને સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમના અભ્યાસ માટે પણ અપીલ કરી.