Video : પોરબંદરમાં સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કેસમાં મેનેજર સસ્પેન્ડ

| Edited By: | Updated on: Jan 13, 2023 | 9:44 PM

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થયેલ કૌભાંડ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન મેનેજર સહિત 12 સામે પોલીસ ફરિયાદ નોંધવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોરબંદર જિલ્લામાં સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાનું જિલ્લા વહીવટી તંત્રની ધ્યાને આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ રાણાવાવ ખાતે આવેલા સરકારી અનાજ ના ગોડાઉનની તપાસ હાથ ધરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થયેલ કૌભાંડ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન મેનેજર સહિત 12 સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોરબંદર જિલ્લામાં સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાનું જિલ્લા વહીવટી તંત્રની ધ્યાને આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ રાણાવાવ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનની તપાસ હાથ ધરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને ગોડાઉન મેનેજર સહિત 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી

જેમાં ગઈકાલે 12 જાન્યુઆરીએ ઇન્ચાર્જ પુરવઠા અધિકારી રાણાવાવ ખાતેના સરકારી અનાજના ખાનગી તપાસ દરમિયાન અને સસ્તા અનાજની દુકાનો ની ચકાસણી બાદ ગોડાઉન મેનેજર , કોન્ટ્રકટર,ઓડિટર,ઓપરેટર લેબર સહિતના કુલ 12 લોકો સામે 99.77.551 રૂપિયાની અનાજની ગેરરીતિ કરી હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે .

ગરીબ લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે

જેમાં મુખ્ય આરોપી ગોડાઉન મેનેજર સહિત સંકળાયેલ છે.હાલ પોલોસે વિવિધ ટીમો બનાવી તમામને ઝડપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ભૂતકાળમાં ગોડાઉન મેનેજર અશ્વિન ભોયે સામે પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતીના આક્ષેપ થયેલ અને કાર્યવાહી થયેલ હતી સરકાર દ્રારા ગરીબ લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે જેમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે

બે વર્ષ થી ચાલતા કૌભાંડ નો ભાંડો ફૂટી ગયો

એક તરફ સરકાર ગરીબો સુધી સસ્તું અને ફ્રી રાશન આપવાની જાહેરાત કરે છે ત્યારે કૌભાંડિયા અધિકારીઓ અને કોન્ટ્રકટરો ગોડાઉનમાંથી સમયાંતરે અનાજ કઠોળ તેલ જેવી ચીજ વસ્તુઓ અધરોઅધર વેચી કૌભાંડ કરી રહ્યા છે જોકે તંત્ર ને ધ્યાને આવતા બે વર્ષ થી ચાલતા કૌભાંડ નો ભાંડો ફૂટી ગયો અને તમામ સામે કાર્યવાહી શરૂ કરી.