Video : અભિનેત્રી રિવા રાચ્છે કરી ઉતરાયણની ઉજવણી, ફિલ્મ હિટ થવાની સાથે ઉજવણીનો આનંદ
ઉત્તરાયણના મહાપર્વમાં પતંગ રસિકો મન મુકીને પતંગ ઉત્સવની મજા માણી રહ્યા છે..લોકો પરીવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે..જામનગરમાં અભિનેત્રી રિવા રાચ્છએ પરિવાર સાથે પતંગ પર્વનો આનંદ માણ્યો..રિવાની ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ હિટ સાબીત થઈ છે.તેણે ફિલ્મના અનુભવો વિશે પણ વાત કરી હતી.

આ ઉપરાંત, જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મદિવસની ઉજવણીની સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે આંગણવાડીના 251 જેટલા કૂપોષિત બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તેમણે આ બાળકોને કુપોષિતથી સુપોષિત કરવાની નેમ લીધી.બાળકોની સારવાર અને જરૂરી દવા સહીતની વ્યવસ્થાનો ખર્ચ ધારાસભ્ય જાતે ઉપાડશે. દિવ્યેશ અકબરીએ પોતાના જન્મદિન નિમિતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યુ.
હાથ પગ કપાવાની 29 ઘટનાઓ સામે આવી
આ દરમ્યાન, સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ દોરીના કારણે ઇજા થવાની ઘટનાઓ અમદાવાદમાં (Ahmedabad) બની છે. બપોર સુધીમાં દોરીના કારણે ગળા અને હાથ પગ કપાવાની 29 ઘટનાઓ સામે આવી છે. તો વહેલી સવારે 9 વાગ્યા સુધીમાં જ 108 સેવા દ્વારા 807 ઇમરજન્સી કોલ રિસીવ કર્યા હતા.
પતંગની દોરી બની મોતની દોરી
મહત્વનું છે કે આજે મહેસાણામાં ચાઇનીઝ દોરીએ લીધો 4 વર્ષીય બાળકીનો જીવ ગયો છે. વિસનગરના કડા દરવાજા નજીક 4 વર્ષીય બાળકીનું ચાઈનીઝ દોરી વાગતાં મોત થયુ છે. માતા બાળકીને તેડીને જતી હતી એ વખતે ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી. તો વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મોત થયુ છે. દશરથ બ્રિજ પર પતંગની દોરીથી ગળુ કપાતા યુવકનું મોત થયુ છે. રિંકુભાઈ નામના 35 વર્ષીય યુવકનું મોત થયુ છે.