Video: નવસારીમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની હાઈટેન્શન લાઈન માટે જમીન સંપાદન કરનારા ખેડૂતોને અન્યાય

Video: નવસારીમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની હાઈટેન્શન લાઈન માટે જમીન સંપાદન કરનારા ખેડૂતોને અન્યાય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 11:17 PM

Navsari: પાવર ગ્રીડ કોર્પોરેશને ઉભરાટથી દમણ અને નવી મુંબઈ સુધી જનારી હાઈટેન્શન લાઈન માટે જમીન સંપાદન કરનારા ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ખેડૂતમાં અન્યાયની લાગણી ફેલાઈ છે. આ મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.

નવસારીમાં પાવર ગ્રીડ કોર્પોરેશને ઉભરાટથી દમણ અને નવી મુંબઈ સુધી જનારી હાઈટેન્શન લાઈન માટે જમીન સંપાદન કર્યુ પરંતુ વળતરની વાત આવી ત્યાં ખેડૂતોને અન્યાય થયો છે. પોતાની જમીનના વળતર બાબતે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. ખેતીપ્રધાન દેશમાં વિકાસ માટે ખેડૂત પોતાનુ યોગદાન તો આપે છે પરંતુ ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોને છેતરાયાની લાગણી થઈ રહી છે. ખેડૂતો પોતે જમીન આપીને પસ્તાયા હોય તેવુ તેમનુ કહેવુ છે.

નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકામાંથી પસાર થનારી પાવર ગ્રીડ પ્રોજેક્ટના જમીન સંપાદન સરકારે જૂની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે નવસારી જિલ્લાના 59 ગામના ખેડૂતોએ ભેગા મળીને તેનો વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર બાબતને લઈને જલાલપુર તાલુકાના 42 અને ગણદેવી તાલુકાના 17 ગામોના ખેડૂતોની મીટીંગ યોજવામાં આવી હતી.

જેમાં તેમણે એક જ માગ મૂકી કે બુલેટ ટ્રેનમાં જે વળતર ખેડૂતોને મળ્યું હતું તેવું જ વળતર પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં પણ આપવામાં આવે. પોતાની વળતરની માગ માટે નજીકના સમયમાં ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી આપી છે

પાવર કોર્પોરેશન દ્વારા 2500 મેગા વોટના પાવર પ્લોટમાંથી આવનારી અને દમણ અને નવી મુંબઈ સુધી જનારી હાઈટેન્શન લાઈન આ પહેલાં પણ વિવાદ થયો હતો. પાવર કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળ્યા વગર જ તેમની જગ્યા લેવાની કોશિશ કરાઈ હોવાનો આક્ષેપ થયો હતો.જેને કારણે જ ખેડૂત સમન્વય સમિતિની રચના કરવામાં આવી હતી.

જેની વચ્ચે ખાસ કરીને આ હાઈટેન્શન લાઈન દ્વારા આસપાસની ખેતીને પણ નુકસાન સર્જાશે તેવી વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી.

આ પણ વાંચો: Video: નવસારી અને વલસાડ જિલ્લાના 1 હજારથી વધુ માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 12 હજાર પરિવારોને અસર

સરકારે ખેડૂતો સાથે મીટીંગ તો કરી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે જ ખેડૂતો હવે માગ મુજબ વળતર નહીં મળે તો આંદોલનના મૂડમાં છે આવનારા દિવસોમાં આ માગ અને વિરોધ ઉગ્ર બને તો નવાઈ નહીં.

ઈનપુટ ક્રેડિટ- નિલેશ ગામિત- નવસારી

g clip-path="url(#clip0_868_265)">