Video: નડિયાદમાં NRI પરિવારે અનોખી થીમ ‘ફોન ફ્રી ઝોન ટેરેસ’ જાહેર કરી ઉતરાયણ પર્વની કરી ઉજવણી

| Edited By: | Updated on: Jan 14, 2023 | 9:10 PM

Kheda: નડિયાદમાં NRI જયેશ ગજ્જરના પરિવારે અનોખી થીમ પર ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે 'ફોન ફ્રી ઝોન ટેરેસ' જાહેર કરી ઉત્તરાયણના આકાશી નજારાને માણવા અપીલ કરી હતી.

મોબાઇલ ફોનના રવાડે ચઢેલી જનરેશનને શીખ આપતી અનોખી ઉત્તરાયણ ખેડામાં ઉજવવામાં આવી. નડિયાદના એક NRI પરિવારે અનોખી થીમ પર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. NRI પરિવારે ‘ફોન ફ્રી ઝોન ટેરેસ’ જાહેર કરી ટેરેસ પરથી પતંગ ઉડાડ્યા હતા અને પતંગો પર મોબાઈલથી દુર રહેવાના મેસેજ લખી સમાજમાં સંદેશ આપ્યો હતો.

NRI પરિવાર દ્વારા ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી

ઉત્તરાયણ પર્વ પર લોકો જૂદી જૂદી થીમ પર ઉજવણી કરે છે. ત્યારે નડિયાદના NRI પરિવારે ઉજવણી કરી છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા NRI ગજ્જર પરિવાર અને મિત્રમંડળે કંઈક જૂદી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જેમા ફોન ફ્રી ઝોન થીમ પર ઉજવણી કરી છે.

નડિયાદના શંકરદાસના કૂવા વિસ્તારમાં વસવાટ કરતા જયેશભાઈ ગજજર અને તેમના પરિવારે શહેરના પોળ એવા સિદુશીપોળ વિસ્તારમાં આવેલા મકાનના ધાબા પર ઉજવણી કરવાનુ આયોજન કર્યુ. જેમા જયેશભાઈના મિત્રો તેમજ સગાસંબંધીઓએ ભેગા થયા હતા. આ ટેરેસને ‘ફોન ફ્રી ઝોન ટેરેસ’ નામ આપ્યુ હતુ.

આ પણ વાંચો: Video : અભિનેત્રી રિવા રાચ્છે કરી ઉતરાયણની ઉજવણી, ફિલ્મ હિટ થવાની સાથે ઉજવણીનો આનંદ

વિવિધ પતંગો પર સંદેશોઓ લખ્યા

NRI જયેશ ગજ્જર જણાવે છે કે આજની પેઢીએ જરૂર કરતા વધુ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસ પતંગોનો આકાશી નજારો માણવાનો દિવસ છે. હાથમાં ફિરકી અને પતંગ ઉડાડવાનો અને આનંદ માણવાનો દિવસ છે. ભૂતકાળમાં એક વ્યક્તિ પતંગ ચગાવે છે તો અન્ય એક ફિરકી પકડે તો અન્ય એક પતંગના કન્ના બાંધે છે. આવા દૃશ્યો ટેરેસ પર જોવા મળે છે. ખરો આકાશી આનંદનો નજારો મોબાઈલની અંદર નહીં પરંતુ આપણી આસપાસ છે.