Video: અમદાવાદમાં ઉતરાયણ પર્વની ગુજરાતી કલાકારોએ પણ રંગેચંગે કરી ઉજવણી, સંગીતના સૂરો સાથે જામ્યો માહોલ

Video: અમદાવાદમાં ઉતરાયણ પર્વની ગુજરાતી કલાકારોએ પણ રંગેચંગે કરી ઉજવણી, સંગીતના સૂરો સાથે જામ્યો માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:44 PM

Ahmedabad: ઉતરાયણ પર્વની અમદાવાદીઓએ રંગેચંગે ઉજવણી કરી. જેમાં ગુજરાતી કલાકારોએ પણ મન મુકીને ઉતરાયણની મજા માણતા જોવા મળ્યા હતા. જાણીતા સિંગર ભૂમિ પંચાલ અને અભિનેતા ઉમંગ આચાર્યની ટોળકીએ મિત્રો સાથે પતંગબાજીની મજા માણી હતી.

ઉત્સવો માટે અમદાવાદીઓ હંમેશા ઉત્સાહી હોય છે. તેમાં પણ અમદાવાદની ઉત્તરાયણની વાત જ કંઈક જુદી હોય છે. એમાંય જો કલાકારોની જોડી અગાશી પર પતંગના પેચની સાથે સંગીતના સૂર તો માહોલ રસપ્રદ બની જાય. જાણીતા સિંગર ભૂમિ પંચાલ અને અભિનેતા ઉમંગ આચાર્યની ટોળકીએ મિત્રો સાથે પતંગની મજા માણી હતી.

ગુજરાતી સીરિયલના જાણીતા કલાકારો પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની અગાશી પર રંગેચંગે ઉજવણી કરવા જોવા મળ્યા. યુવરાજ ગઢવી, શ્રુતિ બારોટ અને દેવાંશી વ્યાસે મિત્રો સાથે સંગીતના તાલે વાસી ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી. ગુજરાતી સીરિયલના કલાકારોએ મિત્રો સાથે પતંગના પેચ લડાવ્યા અને અગાશી પર જ ચિક્કી, બોર, જામફળની મજા માણી હતી.

આ પણ વાંચો: Video: મહેસાણાના કડીના કાસ્વા ગામે ઉત્તરાયણ પર્વે પરંપરા મુજબ પાંજરાપોળમાં 20 ટ્રેક્ટર ઘાસના પૂળાનું દાન કરાયું

મકરસંક્રાંતિ અમદાવાદની પોળમાં એટલા ઉત્સાહથી ઉજવાય છે કે તે જોવા અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે અને એટલે જે પોળમાં રાતભર પતંગોત્સવનો પવન જોવા મળતો હોય છે. ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા.

એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા તો બીજી તરફ કાઈપો છે… લપેટ… લપેટ…ની બૂમો સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">