જાહેર બગીચામાં મહિલા નમાજ કરતી હોવાનો વીડિયો વાયરલ, ડીસા MLAએ પાલિકાને પત્ર લખ્યો, જુઓ
મહિલા જાહેર બગીચામાં નમાજ કરી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ આ અંગે ડીસા નગર પાલીકાને એક પત્ર લખીને જાણ કરી છે. તેઓએ આ વીડિયો અંગે પૂરી વિગતો સુનિશ્ચિત કરવા માટે અને ભવિષ્યમાં ફરીથી આમ ના થાય એ માટે પાલિકા સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં એક મહિલા જાહેર બગીચામાં નમાજ કરી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ આ અંગે ડીસા નગર પાલીકાને એક પત્ર લખીને જાણ કરી છે. તેઓએ આ વીડિયો અંગે પૂરી વિગતો સુનિશ્ચિત કરવા માટે અને ભવિષ્યમાં ફરીથી આમ ના થાય એ માટે પાલિકા સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.
વીડિયો ડીસાના નાનાજી દેશમુખ બગીચાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાહેર બગીચામાં આ રીતે નમાજ પઢવાને લઈ આ રોષ દર્શાવ્યો છે. પાલિકાને ધારાસભ્યને કહ્યું છે કે, આ એક લોકોના હરવા ફરવા માટેનું સ્થળ છે. બગીચામાં ધાર્મિક પ્રવૃત્તિ કરવાને લઈ સ્વાભાવિક લોકોમાં રોષ હોવાનું બતાવ્યું હતું.
આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ
Published on: Jul 16, 2024 03:01 PM
