Surat : SVNIT કોલેજમાં વિદ્યાર્થીના જન્મદિવસ પર સાથી વિદ્યાર્થીએ માર્યા પટ્ટા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં ફરી એક વાર રેગિંગની ઘટના સામે આવી છે. સુરતમાં આવેલી SVNIT કોલેજમાં વિદ્યાર્થીને પટ્ટા મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે સ્થાનિકોમાં તથા વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતમાં ફરી એક વાર રેગિંગની ઘટના સામે આવી છે. સુરતમાં આવેલી SVNIT કોલેજમાં વિદ્યાર્થીને પટ્ટા મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે સ્થાનિકોમાં તથા વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીના જન્મદિવસ પર સાથી વિદ્યાર્થીએ પટ્ટા માર્યા હોવાનું સામે આવ્યું છે. સાથી વિદ્યાર્થીએ પટ્ટા મારીને તેને રોવાનું કહ્યું હતું. એટલું જ નહીં નીચે બેસવાનું કહીને સાથી વિદ્યાર્થી પટ્ટા મારતો રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
કોલેજ ડિરેકટરનો રેગિંગ ન થયાનો આલાપ
પરંતુ અહીં સવાલ થાય છે કે વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી કે પછી રેગિંગ ? વીડિયો વાયરલ થતા કોલેજના ડાયરેકટરે મૌન તોડ્યું હતુ. કોલેજના ડિરેકટરે નિવેદન આપ્યું કે આ રેગિંગ નહીં આ તો માત્ર વિદ્યાર્થીઓની રમત છે. અન્ય વિદ્યાર્થીએ કહ્યું, ઉજવણીમાં પટ્ટા મારવા એ રિવાજ છે. તો જન્મદિવસ અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા રિવાજ છે કોણે બહાર પાડ્યા જેવા અનેક સવાલો થઈ રહ્યાં છે. જો કે ડિરેક્ટર જણાવ્યું કે કમિટી બનાવીને તપાસ કરાશે પરંતુ હજુ સુધી કોઈ પણ પગલા લીધા નથી.

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
