Video : સાણંદ નજીક ગટરમાં પડેલા કર્મચારીને શોધવા ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી

| Edited By: | Updated on: Jan 22, 2023 | 10:02 PM

અમદાવાદની સાણંદ ચોકડી પાસે ગટરમાં પડેલા કર્મચારીને શોધવા ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી છે. 20 જાન્યુઆરીએ સાંજે 4 કલાકની આસપાસ રાજુ પરમાર ગટરમાં પડી ગયો હતો. આ અંગેનો કોલ મળતા જ ફાયરના જવાનોએ સાણંદ ચોકડીથી 5 કિલોમીટર સુધીની ગટર લાઈનમાં તપાસ હાથ ધરી

અમદાવાદની સાણંદ ચોકડી પાસે ગટરમાં પડેલા કર્મચારીને શોધવા ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી છે. 20 જાન્યુઆરીએ સાંજે 4 કલાકની આસપાસ રાજુ પરમાર ગટરમાં પડી ગયો હતો. આ અંગેનો કોલ મળતા જ ફાયરના જવાનોએ સાણંદ ચોકડીથી 5 કિલોમીટર સુધીની ગટર લાઈનમાં તપાસ હાથ ધરી.ફાયર બ્રિગેડના જવાનોએ સમયાંતરે 2 BA સેટ સાથે કલાકો સુધી આસપાસમાં આવેલી ગટરના 4  ડ્રેનેજ પોઈન્ટ ચેક કર્યા.

આ ઉપરાંત STP પ્લાન્ટ સુધી કરેલી તપાસમાં પણ ગુમ કર્મચારીની કોઈ ભાળ મળી નથી. ફાયર બ્રિગેડે અદ્યતન કેમેરાથી કરેલી તપાસમાં કોઈ ભાળ ન મળતા ગટરમાં પડેલો કર્મચારી ક્યાંક ફસાઈ ગયો હોવાની આશંકા છે.

ગટરમાં પડી ગયાના કલાકો બાદ પણ ગુમ વ્યક્તિ મળ્યો નથી. જેથી એક શક્યતા એ છે કે ગટરમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુમ વ્યક્તિ તણાઈને દૂર ગયો હોઈ શકે. આ ઉપરાંત પાણી ભરાતા ફૂલાઈ જવાથી યુવકનું બોડી ઉપર આવી જવું જોઈએ. પરંતુ બોડી ઉપર ન આવતા આ કર્મચારી ક્યાંક ફસાઈ ગયો હોય તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો :  Surat Police Station List: સુરત શહેરનું કયુ પોલીસ સ્ટેશન કયા વિસ્તારમાં છે? જાણો તમામ માહિતી અને વધારો તમારુ Knowledge